નિયમો & Bureau Guidelines

સંવાદ મીડિયા ટ્રસ્ટના તમામ વાંચકો, જાહેરાતકર્તાઓ અને સ્ટાફ માટેના અધિકૃત નિયમો.

સામાન્ય પ્રોટોકોલ

૧. સામાન્ય વપરાશના નિયમો

સંવાદ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમે આ નિયમો અને શરતોથી બંધાયેલા રહેવાની સંમતિ આપો છો. આ પ્લેટફોર્મ માત્ર માહિતી અને સમાચારના હેતુ માટે છે.

૨. એકાઉન્ટ અને ઓળખ

તમારા એકાઉન્ટની સુરક્ષા અને પાસવર્ડની ગુપ્તતા માટે તમે પોતે જવાબદાર છો. કોઈપણ અનધિકૃત ઉપયોગની જાણ તુરંત બ્યુરોને કરવાની રહેશે.

૩. પેમેન્ટ અને રીફંડ પોલિસી

તમામ પેમેન્ટ (જાહેરાત, ડોનેશન, સ્ટાફ કિટ) રેઝરપે દ્વારા સુરક્ષિત રીતે કરવામાં આવે છે. એકવાર ચૂકવેલી ફી કોઈપણ સંજોગોમાં પરત (Non-Refundable) કરવામાં આવશે નહીં.

૪. પત્રકારત્વ અને સત્યતા

અમે સચોટ માહિતી આપવા માટે કટિબદ્ધ છીએ. જો કે, સમાચારની અસરો કે ઉપયોગ માટે સંસ્થા જવાબદાર નથી. પત્રકારોએ ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.

૫. ન્યૂઝ એગ્રીગેશન અને RSS ફીડ્સ

સંવાદ વિવિધ પ્રતિષ્ઠિત ન્યૂઝ પબ્લિશર્સ દ્વારા આપવામાં આવતી જાહેર RSS ફીડ્સમાંથી સમાચાર એકત્રિત કરે છે. અમે મૂળ સ્રોતોની બૌદ્ધિક સંપત્તિનો સ્વીકાર કરીએ છીએ અને મૂળ પબ્લિશરની લિંક્સ પ્રદાન કરીએ છીએ. એગ્રીગેટ કરેલી સામગ્રી માત્ર માહિતી અને સમાચાર શોધના હેતુ માટે છે.

અધિકૃત પ્રતિનિધિ પ્રોટોકોલ

STAFF ONLY
01

૧. માત્ર સમાચાર પૂરતી સત્તા

આપની નિમણૂક માત્ર અને માત્ર સમાચાર (News) એકત્રિત કરવા માટે છે.

02

૨. વ્યક્તિગત જવાબદારી

જો આપ કોઈ ખોટી પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાશો, તો તેની જવાબદારી આપની રહેશે.

03

૩. પ્રશાસનને ખાતરી

સંસ્થા પોલીસ અને તંત્રને ખાતરી આપે છે કે આ પ્રતિનિધિ પત્રકારત્વ માટે જ છે.

04

૪. સંસ્થાની છબી

સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવું કોઈ કાર્ય કરી શકશો નહીં.

05

૫. સોગંદનામું

સોગંદનામું નીચે મુજબ છે.

06

૬. દસ્તાવેજો

આધાર કાર્ડ અને ફોટો ફરજિયાત છે.

સત્તાવાર સોગંદનામું

હું સોગંદપૂર્વક પ્રતિજ્ઞા લઉં છું કે મારા પર કોઈ પોલીસ કેસ નથી કે હું કોઈ પણ અસમાજિક પ્રવૃતિમાં જોડાયેલ નથી.

હું પ્રમાણિત કરું છું કે મેં ઉપર મુજબના તમામ નિયમો વાંચ્યા છે અને હું તેનું પાલન કરવા બંધાયેલ છું. તમામ માહિતી સાચી છે.

BUREAU COORDINATES

ન્યાયિક ક્ષેત્ર

તમામ વિવાદોના કિસ્સામાં માત્ર અમદાવાદ (ગુજરાત) અને મુંબઈ (મહારાષ્ટ્ર) ની અદાલતોનું કાર્યક્ષેત્ર રહેશે. સંવાદ મીડિયા ટ્રસ્ટ સેલ્થર વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે.

© 2023 SANVAAD MEDIA TRUST • BUREAU PROTOCOL V1.2.0
CELTHAR VENTURES PRIVATE LIMITED